ચીખલી તાલુકાનાં રુમલા પ્રધાનપાડાનાં તૃપ્તિ પટેલ દ્વારા સાસુમાની પુણ્યતિથિ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.
ચીખલી તાલુકાનાં રુમલા પ્રધાનપાડાનાં તૃપ્તિ પટેલ દ્વારા સાસુમાની પુણ્યતિથિ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.
રુમલા પ્રધાનપાડાનાં વતની અને હાલ પાટણ ખાતે રહેતા તૃપ્તિબેન દિનેશચંદ્ર પટેલ દ્વારા સ્વ. સાસુમા વનિતાબેન વલ્લભભાઈ પટેલની 9 મી પુણ્યતિથિ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.
જેમાં ધોરણ -૭માં અભ્યાસ કરતી દિકરી દિવ્યતીબેન ગણેશભાઈ પટેલ, ઘોડથલ પટેલ ફળિયાનાં રહેવાસી અને ધોરણ -૫ માં અભ્યાસ હેનિલકુમાર ગણેશભાઈ પટેલ (પિતા હયાત નથી) વિદ્યાર્થીઓને નોટબુક તથા સ્કૂલબેગનું વિતરણ કરી તેમના માતૃશ્રીને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આદિવાસી સમાજને નિઃસ્વાર્થ મદદકર્તાની તાતી જરૂરિયાત છે. આ લેખ પાછળનો મુખ્ય હેતુ આપણી આજુબાજુમાં રહેતા અનાથ,ગરીબ બાળકો માટે આપણે તૃપ્તીબહેનની માફક મદદરૂપ બની શકીએ.
Comments
Post a Comment