વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજી...
Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો. પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વહેલું કે મોડું તેન...
રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ - ૨૦૨૫ સ્થાન: કોઝિકોડ (કેરળ) તારીખ: ૨૭ થી ૨૯ માર્ચ કેરળ સરકાર અને કેરળ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (KIRTADS) ના સંયુક્ત પ્રયાસથી કોઝિકોડ (કાલિકટ) ખાતે રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોના સાહિત્યકારો, સંશોધકો અને આદિવાસી સંસ્કૃતિ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, પ્રખ્યાત કવિ-લેખક કુલીન પટેલને આ મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે ધોડિયા આદિવાસી સમુદાયની સમૃદ્ધ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને, તેમણે 'કાંસેરી કથા' ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતવાર ચર્ચા કરી, જેણે ઉપસ્થિત વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓમાં ઊંડો રસ દાખવ્યો. ધોડિયા ભાષા અને સંસ્કૃતિની વિશેષતાઓ કુલીન પટેલે ધોડિયા ભાષામાં પોતાની કવિતાઓ સંભળાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દ...
Comments
Post a Comment