Posts

ચીખલી ઘોડવણીના સક્રિય આદિવાસી સામાજિક કાર્યકર ઠાકોરભાઈ પટેલ દ્વારા અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે સહાયરૂપ બન્યા.

Image
 ચીખલી ઘોડવણીના  સક્રિય આદિવાસી સામાજિક કાર્યકર ઠાકોરભાઈ પટેલ દ્વારા અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે સહાયરૂપ બન્યા. ઠાકોરભાઈ જે પટેલ તરફથી અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે રોકડ રકમ દ્વારા સંક્લ્પ એજયુકેશન ગૃપને સહાયરૂપ થયા છે  તેઓ ગામ ધોડવણી તા.ચીખલી નવસારીનાં રહેવાસી છે. તેઓ ગાંધીનગર  ખાતે  સચિવ સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરમાં ફરજ બજાવી નિવૃત્ત થયા છે. તેમણે ગાંધીનગરમાં પણ સમાજ માટે ઘણા કામ કર્યા છે. હાલ તેઓ  જ્ઞાન કિરણ ધોડિયા સમાજ, સુરખાઈ રાનકુવા ખાતે પોતાની નિવૃત્તિનો સમય સમાજના ઉત્કર્ષ માટે ફાળવી સમાજ સેવા કરી રહ્યા છે. તેઓ દર વર્ષે ધોડિયા સમાજના લગ્ન વાંછુક યુવક યુવતીઓ માટે દર વર્ષે પસંદગી મેળાનું પણ આયોજન કરે છે.

Khergam :ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીજ્ઞેશ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

Image
       Khergam :ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીજ્ઞેશ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે. 

Bharuch|Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

Image
  Bharuch|Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

ચીખલીના સૂરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદીવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ત્રી દિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન.

Image
  ચીખલીના સૂરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદીવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ત્રી દિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન. સમસ્ત આદિવાસી સમાજ. ગુજરાત રાજ્ય એ રજીસ્ટર સંસ્થા છે જેના મુખ્ય ઉદ્દેશો આદિવાસી હિતોનું રક્ષણ, સંસ્કૃતિનું જતન,કાયદાકીય રક્ષણ અને જન જાગૃતિ છે. તેમના દ્વારા ધોડિયા સમાજ મંડળ સુરખાઇ તા.ચીખલી જિ.નવસારી ખાતે તારીખ 15, 16, 17 જૂનના દિને ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ દિવસ આદીવાસી ઉદ્યોગ મેળામાં 100 થી વધુ વિવિધ પ્રકારના ઉદ્યોગોના સ્ટોલ,  રોજ રાત્રે આદિવાસી સંસ્કૃતિ કલા સંગીત નૃત્યના વારસાના જતન માટે ભવ્ય કાર્યક્રમ,દિવસે વિવિધ વિષય ઉપર સેમિનાર જેવા કે ઉદ્યોગો, સંસ્કૃતિ, સાહિત્ય અને વિવિધ ક્ષેત્રની આદિવાસીઓની સમસ્યા પર વિચાર વિમર્શ કરવામાં આવશે. આદિવાસી સમાજના વિકાસ અને ઉદ્ધાર માટે પ્રમુખશ્રી દ્વારા  સમસ્ત આદીવાસી સમાજ ગુજરાત રાજ્યના સભ્ય બનવા માટે આહવાન કરવામાં આવ્યું છે. જેની વાર્ષિક સભ્ય ફી 51/- રૂપિયા અને આજીવન સભ્ય ફી 1001 રૂપિયા છે.  સમસ્ત આદિવાસી સમાજ માટે આપવામાં આર્થિક સહાય કે સભ્ય ફીની આદિવાસી બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવાનો ...

શિક્ષકનો જીવ બચાવવા 13 વર્ષની આદિવાસી દીકરીએ શહીદી વ્હોરી.

Image
           શિક્ષકનો જીવ બચાવવા 13 વર્ષની આદિવાસી  દીકરીએ શહીદી વ્હોરી. વાત છે. જયપુર રાજ્યના ડુંગરપુર જિલ્લાની  13 વર્ષની દીકરી કાલીબાઈની. તેમણે નાની ઉંમરે શિક્ષકનો જીવ બચાવવા શહીદી વ્હોરી તેની કહાની અહીં રજૂ કરવામાં આવી છે.  આઝાદી પહેલા જ્યારે રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં એક ષડયંત્ર હેઠળ અત્યાચારના અંધકારથી શિક્ષણનો પ્રકાશ ઓલવાઈ રહ્યો હતો. શાળાઓને તાળાં મારવામાં આવ્યા હતા અને શિક્ષકોને ખેંચીને મારવામાં આવ્યા હતા. સરકારી આતંકવાદના એ વાતાવરણમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના નાનકડા ગામ રસ્તાપાલની કાલીબાઈ ભીલ પોતાના ગુરુને બચાવવા હાથમાં દાતરડી લઈને સરકારી સૈનિકો સાથે એકલા લડ્યા હતાં. રસ્તાપાલ ગામની શાળાના શિક્ષક સેંગાભાઈનો જીવ બચાવતી વખતે કાલીબાઈ ભીલ તે સમયના જુલમી શાસનની ગોળીઓનો ભોગ બન્યા હતા. તેમણે 20 જૂન 1947ના રોજ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. ગત મંગળવારે કાલીબાઈ ભીલનો બલિદાન દિવસ હતો, પરંતુ ન તો કાલીબાઈ ભીલના બલિદાનને સરકારી શાળાઓમાં યાદ કરવામાં આવ્યું કે ન તો આદિવાસીઓના ભલા માટે લડતી સંસ્થાઓમાં તેની ચર્ચા થઈ. રાજસ્થાનમાં શિક્ષણને પ્રોત્સાહન...

ચીખલી તાલુકાની બે માતા જેમણે ખેત મજૂરી, પશુપાલન કરીને દીકરીઓને ડોકટર બનાવી

Image
    ચીખલી તાલુકાની બે માતા જેમણે ખેત મજૂરી, પશુપાલન કરીને દીકરીઓને ડોકટર બનાવી

તુર-થાળી અને નાચ : ધોડિયા ઈ સંસ્કૃતિ

Image
    તુર-થાળી અને નાચ : ધોડિયા ઈ સંસ્કૃતિ  ૨૧ મી સદી હુંધી મા અનેકવિધ સંગીતનાં સાધનો આમને અને ગુવે, પુણ‌ આધુનિક DJ સાઉન્ડ સિસ્ટમાઈ  પુણ રાહ હેરવી પડે અહા વાજિંત્ર એટલે તુર અને થાળી. જિયા પર આથ પડતા જ અનેક વડીલોમા તાજગી અને તાણા પાગામા થનગનાટ જોર આવી જાય અને જુના સંસ્મરણો તાજા ઉઈ જાય અહા ઈ વાજિંત્ર. દક્ષિણ ગુજરાતની આદિમ સંસ્કૃતિની ઓળખ સમાન ઈ વાજિંત્ર આધુનિકતા અને શહેરના અનુકરણમા કાંક ખોવાઈ ગોયેલા. પુણ અમુક સજ્જનોના પ્રયત્નોથી પાછા વેવામા અને શુભ પ્રસંગે હેરુ મિળે તાય...પહેલાના વખતમાં  મોટેભાગે ખેતીવાડી અને પશુપાલન જોડે જોડાયેલો સમાજમા હાજા પ્રસંગે ઈ વાજિંત્રનો ઉપયોગ ઉવે હતો. તી તાલ હાથે ઈયા ફરતે રચાતી માણહાઈ સાંકળ ના સ્વરૂપમાં નાચે અને લોકો રમે થતે. ઈ લોકવાદ્ય ઈ આગવી વિશેષતા ઈ આય કા ઈયા અંદર સંગીતના નિયમાઈ  પાલન કરવા પડે નાય. પુણ જુના વખતના લોકોયાઈ રહેણી-કરણી, એકતા અને એકબીજા પર  પ્રેમની લાગણી રજૂ કરે  થતે. હાથે વાજિંત્ર અને થાળી વગાડનાર વ્યક્તિ અનેક ચાળાઓ પુણ કરે થતે. એમાં જો તુર અને થાળીયાઈ બે જોડી મીળી જાય તો ઈ બેવ વચ્ચે હરીફાઈ પુણ ઉભી જાય અતી....