Posts

ધોડીઆ આદિવાસીઓ દ્વારા મહા મહિના ટાણે નદી કિનારાઓ પર 'ઉજવણાં' ધરાયાં.

Image
             ધોડીઆ આદિવાસીઓ દ્વારા મહા મહિના ટાણે નદી કિનારાઓ પર 'ઉજવણાં' ધરાયાં. બહુધા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં વસતા ધોડીઆ આદિવાસી સમુદાયના લોકો 'મહા' મહિના દરમિયાન અવસાન પામેલ વ્યકિતઓ માટેની છેલ્લી વિધિ 'ઉજવણાં' ધરે છે. પરંપરાગત આ વિધિને 'પરજણ' પણ કહે છે. ધોડીઆ આદિવાસીઓ માં જ જોવા મળતી આ પરંપરા અનુસાર એમની માન્યતા એવી છે કે 'સગા' દ્વારા આ વિધિ કરાય એના થકી જ મૃતાત્માને સદગતી મળી શકે. ધોડીઆ ભાષામાં એક જ કુળના એટલેકે એક લોહીના હોય એ 'સગા' અને અન્ય સગા સંબંધી હોય એમને 'પોતિકા' કહેવાય છે.  ઉજવણાંનો મહિનો એટલે કે 'મહા' મહિના ટાણે અલગ અલગ કુળના પટેલિયા એટલે કે આગેવાનો નક્કી કરે એ દિવસે અને સ્થળ પર એકઠા થઈ આ ઉજવણાં ધરાય છે. નદી કિનારો કે કોઈ મેદાની પ્રદેશમાં વિશેષતઃ આ માટે કુળના લોકો ભેગા થાય છે.  ધોડીઆ આદિવાસીઓમાં અઢીસો થી ત્રણ સો જેટલાં કુળ અસ્તિત્વ ધરાવે છે, જેવાં કે કોકણીઆ, કોલા, પાંચબડીઆ, નિતળ્યા, વાંસફોડીઆ, વાડવા, કોદર્યા, માંગીહુંગી ધાડયા, હાથી, શાહુ, અટારા, સાવક, નાગળા, સુવાંગ્યા, ડેલકર, ચટની ચોબડી...

મધર ઇન્ડિયા ફિલ્મમાં વપરાયેલ બળદગાડામાં જાન આવતા આકર્ષણ.

Image
   મધર ઇન્ડિયા ફિલ્મમાં વપરાયેલ બળદગાડામાં જાન આવતા આકર્ષણ. નવયુવાન યુગલ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ સામજભવન ખાતે યોજાયેલ લગ્નમાં પ્રકૃતિ પૂજા સાથે આદિવાસી સંસ્કૃતિનું જતન કરવામાં આવ્યું હતું. સુપરહિટ ફિલ્મ મધર ઈન્ડીયામાં જે બળદગાડામાં લગ્નની જાન લઈ જવામાં આવી હતી એજ બળદગાડામાં યુવાન જાન લઈને આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આદિવાસી સંસ્કૃતિને અપનાવી પુનઃ તેના અમલ સાથે સંસ્કૃતિ જળવાય રહે તે માટેના પ્રયાસો યુવાનો કરી રહ્યા છે. ત્યારે નવસારી સમાજભવન ખાતે નવયુગલ કિંજલ પટેલ અને નિકુંજ પટેલના લગ્ન લેવાયા હતાં. આ લગ્નમાં બન્ને પક્ષ દ્વારા આદિવાસી સંસ્કૃતિના જતનના પ્રયાસો કરવામાં આવ્યા છે. પૂજાવિધિમાં પણ પ્રકૃતિ પૂજા જ કરવામાં આવી હતી. સુપરહિટ ફિલ્મ મધર ઈન્ડીયામાં નરગીસના લગ્ન ટાણે જે બળદગાડામાં જાન આવે એ જ બળદગાડું હાલ પણ હયાત હોય એમાં યુવાન જાન લઈને આવ્યો હોય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હાલ તો આદિવાસી સંસ્કૃતિને ટકાવવાની યુવા પેઢી પણ પ્રયાસો કરી રહી છે એ બિરદાવવા લાયક છે. સમયની સાથે કેટલાક બદલાવો થઈ રહ્યા છે આવનારી...

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માં આદિવાસી સમાજમાં લગ્ન કંકોત્રી આમંત્રણ કાર્ડમાં વારલી પેન્ટિંગની ઝલક.

Image
     દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માં આદિવાસી સમાજમાં લગ્ન કંકોત્રી આમંત્રણ કાર્ડમાં વારલી પેન્ટિંગની ઝલક. પત્રિકામાં આદિવાસી ભાષા, દેવી-દેવતા, પ્રકૃતિનો સમન્વય કરી સંસ્કૃતિની જાળવણી. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હાલમાં લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે છેલ્લા બે વર્ષેથી સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, સંઘપ્રદેશની સાથે ભરૂચ, નર્મદા જિલ્લામાં આમંત્રણ પત્રિકાઓ અને લગ્ન કંકોત્રીમાં વારલી પેન્ટિંગ પ્રકૃતિના સમન્વયનું ચલણ વધ્યું છે.  ખાસ કરીને આદિવાસી સમાજમાં યુવક-યુવતીઓના લગ્ન પ્રસંગે કે પછી કોઈપણ શુભકાર્યની નિમંત્રણ પત્રિકામાં વારલી પેન્ટિંગ સાથે નિમંત્રણ પત્રિકા તૈયાર કરવાનો અને મહેમાનોને આપવાનો અનોખો ટ્રેન્ડ શરૂ થયો છે.  ગામડા કે શહેરમાં વારલી પેન્ટિંગ તેમજ આદિવાસી દેવી-દેવતા તેમજ પ્રકૃતિ સાથે સમન્વય કરીને કંકોત્રી અને આમંત્રણ કાર્ડને ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ટ્રેન્ડ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હાલમાં આદિવાસી સમાજના લગ્નપ્રસંગોમાં આમંત્રણ પત્રિકાઓમાં આદિવાસી વારલી પેન્ટિંગ સાથે કલરફુલ અને કુદરતી પ્રકૃતિ દર્શાવવાનો અનોખો ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં આદિવાસી ...

આદિવાસી સમાજનું ગૌરવ: gpsc સહિતની પરીક્ષાઓ પાસ કરી.

Image
    

ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી.

Image
           ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી. માઁના ખોળેથી પ્રાપ્ત થયેલી ભાષા તે માતૃભાષા. એટલે જ કહેવાય છે કે માઁ, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ પર્યાય નથી હોતો. દુનિયાની દરેક ભાષાએ કોઈકને કોઈકની માતૃભાષા હોય છે. એ દરેક ભાષાને યોગ્ય સન્માન મળે અને બધી જ ભાષાઓ જળવાઈ રહે તે હેતુસર વિશ્વ માતૃભાષા દિવસ વર્ષ 1999થી ઉજવાઈ રહ્યો છે. 21 ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું યુનેસ્કો દ્વારા નક્કી કરાયેલ તે અનુસંધાને ભારત સહિત સમગ્ર દુનિયામાં ઉજવણી કરાઈ એ ઘડીએ ધોડીયા ભાષા સમિતિ, અનાવલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી ધોડીઆ ભાષામાં કાર્યક્રમ યોજીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોડીઆ ભાષકોમાંથી શિક્ષકો, ડોક્ટરો, ઈજનેરો, સાહિત્ય ક્ષેત્રે કાર્યરત કલમ કસબીઓ સહિતના ભાષા રસિક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.  નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હીના ગુજરાતી વિભાગના વડા ભાગ્યેન્દ્ર પટેલની વિશેષ હાજરી સાથે કાર્યક્રમ પ્રારંભે ખંભાત ખાતે શિક્ષક તરીકે સેવા આપતા સી.સી.પટેલે ધોડીઆ ભાષા જતન અને સંવર્ધન વિશેના વિચાર...

માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલનાં માતા 'મહાલક્ષ્મીબા' નું નિધન.

    વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલનાં માતા 'મહાલક્ષ્મીબા 'નું તારીખ :૨૩_૦૨_૨૦૨૪નાં નિધન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે. 🙏🏻💐ૐ શાંતિ 💐🙏🏻

ડૉ. પ્રદીપ ગરાસિયા સાહેબને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.

Image
      ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજનાં પ્રમુખશ્રી અને સમાજસેવક, ડૉ. પ્રદીપ ગરાસિયા સાહેબને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ. તેઓ સમાજના ઉત્થાન અને સમાજ જાગૃતિ માટે કાર્ય કરતા રહે એવી આજનાં જન્મ દિવસે વિશેષ શુભકામનાઓ પાઠવવામાં આવે છે.