ચીખલી ઘોડવણીના સક્રિય આદિવાસી સામાજિક કાર્યકર ઠાકોરભાઈ પટેલ દ્વારા અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે સહાયરૂપ બન્યા.
ચીખલી ઘોડવણીના સક્રિય આદિવાસી સામાજિક કાર્યકર ઠાકોરભાઈ પટેલ દ્વારા અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે સહાયરૂપ બન્યા. ઠાકોરભાઈ જે પટેલ તરફથી અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે રોકડ રકમ દ્વારા સંક્લ્પ એજયુકેશન ગૃપને સહાયરૂપ થયા છે તેઓ ગામ ધોડવણી તા.ચીખલી નવસારીનાં રહેવાસી છે. તેઓ ગાંધીનગર ખાતે સચિવ સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરમાં ફરજ બજાવી નિવૃત્ત થયા છે. તેમણે ગાંધીનગરમાં પણ સમાજ માટે ઘણા કામ કર્યા છે. હાલ તેઓ જ્ઞાન કિરણ ધોડિયા સમાજ, સુરખાઈ રાનકુવા ખાતે પોતાની નિવૃત્તિનો સમય સમાજના ઉત્કર્ષ માટે ફાળવી સમાજ સેવા કરી રહ્યા છે. તેઓ દર વર્ષે ધોડિયા સમાજના લગ્ન વાંછુક યુવક યુવતીઓ માટે દર વર્ષે પસંદગી મેળાનું પણ આયોજન કરે છે.