Posts

Showing posts from March, 2024

ધોડિયા સમાજનું ગૌરવ : દિકરી કૃતિકાએ એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરી.

Image
     ધોડિયા સમાજનું ગૌરવ : દિકરી કૃતિકાએ એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરી. ચરી તા.ચીખલીનાં રહેવાસી અને નવસારી તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા મનોજભાઈ ડી.પટેલ તથા ગીતાબેન પટેલની દિકરી કૃતિકા પટેલે હાલ વર્ષ 2024માં MBBS ની ડીગ્રી પ્રાપ્ત કરી છે.  જે બદલ તેમનો પરિવાર ખુશીની લાગણી વ્યક્ત કરે છે. સમાજની દીકરીઓ જ્યારે ભણીગણીને આગળ આવે ત્યારે સમાજના દરેક માતાપિતા માટે ગર્વની બાબત ગણાય છે. ડૉ.કૃતિકા પટેલ અને પરિવારને હાર્દિક અભિનંદન             ભાઈ બહેનની જોડી ડૉ.કૃતિકા સાથે જય પટેલ 

Mahuva (Vasarai) : મહુવા તાલુકાના સાંબા ગામના નિવૃત્ત શિક્ષક વિનોદભાઈ સિંદુરીયા નાં પરિવારજન તરફથી ધોડિયા સમાજ ભવન વસરાઈને ૫૧,૦૦૦ રૂપિયાનું દાન.

Image
      Mahuva (Vasarai) : મહુવા તાલુકાના સાંબા ગામના નિવૃત્ત શિક્ષક વિનોદભાઈ સિંદુરીયા નાં પરિવારજન તરફથી ધોડિયા સમાજ ભવન વસરાઈને ૫૧,૦૦૦ રૂપિયાનું દાન. વિનોદભાઈ સિંદુરીયા(મું. સાંબા તા.મહુવા. જિ. સુરત) (નિવૃત્ત શિક્ષક )અને પરિવારજનો આજે સમાજ માટે કાયમ આનંદનો પ્રસંગ બની રહ્યો. તેઓ દિશા સંગઠનના પાયાના કાર્યકર છે.સદાય સમાજના હિતેચ્છુ શ્રી વિનોદભાઈ સિંદુરીયા (નિવૃત્ત શિક્ષક 'અને કર્મનિષ્ઠ ખેડૂત.)ના પરિજનો કર્મભૂમિ અને સમાજને યાદ કરી પરિવારજનો દ્વારા( દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે (સમાજ માટે સદાય યાદગાર પ્રેરણાદાઈ),૫૧,૦૦૦,/ એકાવન હજાર) ભવન નિર્માણ માટે સ્વર્ણિમ યોગદાન આપી સમાજને એક ઉદાહરણ પૂરું પાડયું છે. સાધારણ પરિવાર ની આ અસાધારણ ઉદારવૃત્તિ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને એમના પરિવારની સેવાભાવી વૃત્તિ થકી આજે સમાજની ગૌરવની પળ તો ખરી જ(ગામ સાંબા અને પરિવારે)સાચી મદદપણ કરી છે.સાથે સમાજની વિરાસત સર્જવામાં આપનું યોગદાન સદૈવ સુવર્ણ અક્ષરે લખાશે.ભવ્ય સાંસ્કૃતિક ભવનના પાયામાં આપના પરિવાર તરફથી (,૫૧,૦૦૦/- એકાવન હજાર)નું દાન સમાજને ભામાશા બની અને ઉદારહાથે કરેલી મદદ બહુમુલ્ય ય...

Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
                  Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ:૨૫-૦૩-૨૦૨૪નાં સોમવારના દિને ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ ટાણે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.  જેમાં સમસ્ત વેણફળિયાનાં યુવાનોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં જોહાર ઈલેવન, નિકુંજ ઈલેવન, સંદિપ ઈલેવન, વિક્કી ઈલેવન, નહેર ઈલેવન, અને અજય ઈલેવનનો સમાવેશ થાય છે.   જેમાં વિક્કી ઈલેવન અને નહેર ઈલેવન વચ્ચે ફાઇનલ મુકાબલામાં વિક્કી ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે નહેર ટીમ રનર્સ અપ બની હતી. જે ખેલાડીઓ ૧૬ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધીની વય ધરાવે છે. આ ટુર્નામેન્ટનું  આયોજન સતત સાત વર્ષથી થઈ રહ્યું છે. જે વેણ ફળિયાનાં યુવાઓની એકતા અને ભાઈચારાની મિશાલ રજૂ કરે છે.  આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સતત સાત વર્ષથી કરવામાં આવે છે.  ટ્રોફીનું યોગદાન ઉજ્જવલ પટેલ તરફથી મળ્યું હતું.તેમજ મહાપ્રસાદ માટે આશિષ પટેલ, જયદીપ પટેલ, વિક્કી પટેલ, રણજીત પટેલ તરફથી...

Mahuva (Vasarai) : સ્વ.રમણભાઈ વહીયા (નિવૃત્ત શિક્ષક)નાં પરિવારજન તરફથી (દિશા) ધોડિયા સમાજ ભવન વસરાઈને ₹૨,૫૧,૦૦૦ જેટલી માતબર રકમનું દાન.

Image
       Mahuva (Vasarai) :  સ્વ.રમણભાઈ વહીયા (નિવૃત્ત શિક્ષક)નાં પરિવારજન તરફથી  (દિશા) ધોડિયા સમાજ ભવન વસરાઈને ₹૨,૫૧,૦૦૦ જેટલી માતબર રકમનું દાન. " દિશા" ધોડિયા સમાજ મું.પો.વસરાઇ (ગુજરાત વિભાગ ) " સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ " "સમાજ દિવ્ય છે." "સમાજ ભવ્ય છે." " આનંદની ક્ષણ " સ્નેહીશ્રી, દિનેશભાઈ આર.વહીયા, બિપિનભાઈ આર.વહીયા, સુધીરભાઈ આર. વહિયા (મું. બામણિયા તા.મહુવા.) અને માતૃશ્રી રમણીબેન વહીયા (નિવૃત્ત શિક્ષિકા) અને પરિવારજનો આજે સમાજ માટે કાયમ આનંદનો પ્રસંગ બની રહ્યો. સદાય સમાજના હિતેચ્છુ સ્વ.રમણભાઈ વહીયા (નિવૃત્ત શિક્ષક 'અને કર્મનિષ્ઠ ખેડૂત) ના પરિજનો કર્મભૂમિ અને સમાજને યાદ કરી પરિવારજનો દ્વારા ( દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે (સમાજ માટે સદાય યાદગાર પ્રેરણાદાયી) ₹૨,૫૧,૦૦૦,/ બે લાખ એકાવન હજાર) ભવન નિર્માણ માટે સ્વર્ણિમ યોગદાન આપી સમાજને એક ઉદાહરણ પૂરું પાડયું છે. સાધારણ જન ની આ અસાધારણ ઉદારવૃત્તિ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને એમના પરિવાર ની સેવાભાવી વૃત્તિ થકી આજે સમાજની ગૌરવની પળ તો ખરી જ(ગામ બામણિયા અને પરિવારે)સાચી મ...

Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા.

Image
                  Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા. તારીખ ૧૩-૦૩-૨ ૦૨૪નાં દિને બીજા સેશન દરમ્યાન ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પ્રથમ બી.એલ.ઓ. દ્વારા બુથની માહિતી લેવામાં આવી. ત્યાર બાદ ધોરણ -૭ નાં વર્ગખંડમાં દાખલ થઈ શિક્ષકની ખુરશી પર બેસતા પહેલાં બાળકો પાસે બેસવા અંગે પૂછવામાં આવતાં બાળકો નવાઈ પામ્યા હતા. એક અધિકારી શિક્ષકની ખુરશી પર બેસવા અંગે મંજૂરી માંગે અને તે પણ બાળકો પાસે એ બાળકો માટે નવાઈની વાત  કહેવાય. જે તેમણે નમ્રતાનાં ગુણનું પ્રત્યક્ષ શિક્ષણ આપ્યું હતું.  સાહેબે વર્ગમાં અધિકારી તરીકે નહિ પરંતુ શિક્ષકની જેમ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.વાતચીત દરમ્યાન બાળકો પણ જાણે શિક્ષક સાથે જ વાતચીત કરતા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. જે આજના વર્તમાન સમયમાં જવલ્લે જોવા મળે છે. બાળકો દ્વારા અંગ્રેજીમાં અભિવાદન કર્યા બાદ  સાહેબે માતૃભાષામાં અભિવ...

સાહિત્ય મહોત્સવ સંમેલનમાં કુલીન પટેલે ધોડિયામાં કવિતા રજૂ કરી.

Image
     

સ્પે. ખેલ મહાકુંભમાં પીપલખેડ ક્લસ્ટરના સીઆરસી ગાયકવાડ બે રમતમાં પ્રથમ.

Image
           સ્પે. ખેલ મહાકુંભમાં પીપલખેડ ક્લસ્ટરના સીઆરસી ગાયકવાડ બે રમતમાં પ્રથમ. નવસારી જિલ્લાનો સ્પેશ્યલ ખેલ મહાકુંભ અંધજન મંડળ દ્વારા જલાલપોર સરદાર પટેલ વિદ્યાલયમમાં યોજાયો હતો. જેમાં પીપલખેડ ક્લસ્ટરના સીઆરસી ચંદ્રકાંતભાઈ બી. ગાયકવાડએ ચક્ર ફેંક અન ગોળા ફેંકમાં ભાગ લઇ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. હવે તે રાજ્ય કક્ષાએ રમવા જશે જેમને ડીપીઈઓ, સાહેબ નાયબ ડીપીઇઓ તેમજ વાંસદા બીઆરસી વાંસદા તાલુકાના પ્રાથમિક શિક્ષકો તેમજ ક્લસ્ટરની તમામ શાળાના શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. 

સાબરકાંઠા જિલ્લાના માનગઢ હત્યાકાંડ અને પાલ દઢવાવ હત્યાકાંડમાં વીર અનામ આદિવાસી શહીદોને સત્ સત્ નમન.

Image
         સાબરકાંઠા જિલ્લાના માનગઢ હત્યાકાંડ અને પાલ દઢવાવ હત્યાકાંડમાં વીર અનામ આદિવાસી શહીદોને સત્ સત્ નમન. ૭ માર્ચ,૧૯૨૨માં સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પાલ દઢવાવ મુકામે આઝાદીની લડાઈમાં જલિયાવાલા બાગ કરતાં પણ પણ મોટો હત્યાકાંડ થયો હતો.જેમાં ૧૨૦૦થી  વધારે આદિવાસીઓ દેશ માટે શહીદ થયા હતા.ભારતની આઝાદીની લડાઈમાં આ બે મોટા હત્યાકાંડ થયા જે જલિયાવાલાબાગ કરતાં ય મોટા હતા.એમાં આ  1.માનગઢ હત્યાકાંડ અને 2.પાલ દઢવાવ હત્યાકાંડ.આ બંને હત્યાકાંડમાં મોટી સંખ્યામાં આદિવાસી આઝાદીનાં લડવૈયાઓ શહીદ થયા હતા.આ હત્યાકાંડ આદિવાસીઓ દ્વારા અંગ્રેજોના શોષણ સામે અવાજ ઊઠાવતાં સર્જાયો હતો.સીધી રીતે અંગ્રેજોને આદિવાસીઓએ ખૂબ મોટી ફાઈટ આપી હતી.અંગ્રેજો આદિવાસીઓથી ડરતા પણ હતા.પણ જલિયાંવાલા બાગ જેવી પ્રસિદ્ધિ મળી નથી.મિડિયા ત્યારે પણ આજની સોશિયલ મિડિયાની જેમ શહેરની ઘટનાને વધુ મહત્વ દેતું હતું!? એ સૌ વીર અનામ આદિવાસી શહીદોને શત શત નમન.

આ ધોડીઆ વળી શું છે?

Image
          આ ધોડીઆ વળી શું છે? સુરત જિલ્લાના મહુવા તાલુકાના નાનકડા અનાવલની બાજુમાં ગણતરીનાં ખોરડાંવાળા ગામ કોષમાં રહેતા ૪૭ વર્ષી આદિવાસી કુલીન પટેલ વ્યવસાયે તો ફોટોગ્રાફર છે, પણ એમની ઓળખ અલ્પ પ્રચલિત ધોડીઆ ભાષાના જતન માટેની છે. એ છેલ્લા દોઢ દાયકાથી ધોડીઆ શબ્દસંગ્રહ બનાવી રહ્યા છે. ૧૫૦૦થી વધુ શબ્દો સાથે એ તૈયાર છે અને એને પ્રકાશિત કરવાની મથામણ કરી રહ્યા છે. કુલીનભાઈ ધોડીઆ ભાષામાં કવિતા લખે છે. ભાષાની સાથે ઘોડીઆ સંસ્કૃતિનાં ગીત-નૃત્ય- પરંપરા-ધાર્મિક આસ્થા, વગેરેનું એ દસ્તાવેજીકરણ કરતા રહે છે. ગયા ઉનાળુ વૅકેશનમાં એમણે એક નવો પ્રયોગ કર્યોઃ પોતાના ઘરે ધોડીઆ ભાષાના તાલીમવર્ગ શરૂ કર્યા. કોરોના આવ્યો ત્યાં સુધી એ નિયમિત ચાલ્યા. કોરોના કાળમાં આ વર્ગ ઑનલાઈન શરૂ થયા. લગભગ દર પંદર દિવસે કુલીન પટેલની સાથે કોઈ ગાયક કે શિક્ષક જોડાય અને ધોડીઆ ભાષાની વાત કરે. કોરોના જાય પછી ફરી નિયમિત રીતે વર્ગો શરૂ થઈ જશે. અલબત્ત, સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરી વિસ્તારમાં રહેતા ધોડીઆ જ્ઞાતિના લોકો પોતાનાં બાળકો માટે ભાષાની પ્રાથમિક જાણકારી માટેના વર્ગો શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. કુલીન પટે...

ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલના માતૃશ્રીની(બારમાની વિધિ) આદિવાસી પરંપરા મુજબ 'દીયાડો' વિધિ કરવામાં આવી.

   video Courtesy :  Decision news ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલના માતૃશ્રીની (બારમાની વિધિ) આદિવાસી પરંપરા મુજબ કરવામાં આવી જેને આદિવાસી ભાષામાં  'દીયાડો' કહે છે. આદિવાસી સમાજમાં લુપ્ત થયેલ દીયાડો વિધિ ફરી જીવંત થઈ રહી છે. વર્ષો પહેલાં આદિવાસી સમાજમાં બારમાની વિધિ તરીકે વડવાઓ દિયાડો વિધિ કરતાં હતાં સમાજના પરિવર્તન સાથે આ પ્રથા લુપ્ત થવાને આરે આવી ઊભી હતી. સમયની માંગ સાથે ફરી સમાજના હિતેચ્છુઓ દ્વારા સમાજમાં ફરી આ  વિધિને જીવંત કરવા માટે આગળ આવ્યા છે. આદિવાસી પરંપરા બીજા સમાજ કે ધર્મને આડે આવતું નથી. કે કોઈને હાની પહોંચાડતું નથી. એ ફક્ત આદિવાસી સમાજની ઓળખ ધરાવે છે. 

Mahuva: મહુવાના વસરાઈ મુકામે ઓલ ગુજરાત આદિવાસી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
           Mahuva: મહુવાના વસરાઈ મુકામે  ઓલ ગુજરાત આદિવાસી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. વસરાઈ,તા:૦૩ બિગબેઝ ફોર્મેટમા ઓલ ગુજરાત આદિવાસી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન થઈ હતી. આ ટુર્નામેન્ટમાં બનાસકાંઠા, દાહોદ,રાજપીપળા, વ્યારા, ઉચ્છલ, સુરત, નવસારી, વાંસદા, ડાંગ, અને વલસાડથી લઇ ઉમરગામ સુધીનાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમા રાઈઝિંગસ્ટાર વ્યારા ચેમ્પિયન બની હતી. ચેમ્પિયન ટીમને ₹(૧,૦૦,૦૦૦)એક લાખ રોકડ પ્રાઈઝ અને રનર્સ અપટીમને ₹(૫૧,૦૦૦)એકાવન હજાર રોકડ પ્રાઈઝ સાથે ટ્રોફીશ્રી રાકેશભાઈ (બાંધકામ સમિતિનાં અધ્યક્ષ) શ્રી કિશોરભાઈ, (તા. પ્રમુખ) શ્રી દેવુભાઈ, શ્રીમતી રીંકલબેન, શ્રીમતી રેખાબેન, ધોડિયા સમાજ મંડળનાં હોદ્દેદારો, ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિએ અપાઈ હતી. " વસરાઇ સમાજ ભવનને ઓલ ગુજરાત આદિવાસી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન સંપન્ન " સમાજ માટે હું શું કરી શકું આ ભાવથી શરૂ થયેલી સમાજસેવાની યાત્રાના ફલસ્વરૂપ સમગ્ર સમાજ જનોના સહયોગથી (૨૦૨૨માં)જમીન લોકાર્પણ આ(૨૦૨૩માં) ઓફીસ અને પાર્ટીપ્લોટ લોકાર્પણ (૨૦૨૪માં) વિશાળ ગ્રાઉન્ડ (ક્રિકેટ,વોલીબોલ, ટેનિસ તેમજ રનિંગ ટ્રેક સાથે) પ...

મહુવાના બીડ ગામે ખેડૂતની બળદગાડામાં અંતિમયાત્રા નિકળી.

Image
     મહુવાના બીડ ગામે ખેડૂતની બળદગાડામાં અંતિમયાત્રા નિકળી. મહુવા તાલુકાના બીડ ગામે રહેતા દિનેશ રમેશ પટેલ (ઘોડિયાં) નું ગઈકાલે રાત્રે નિધન થયું હતું. વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા ૫૫ વર્ષીય ખેડૂતની અંતિમ યાત્રા તેમના સૌથી પ્રિય એવા બળદગાડામાં નીકળી હતી. ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા દિનેશ પટેલને વર્ષોથી બળદગાડા સાથે અતૂટ પ્રેમ રહ્યો હતો. બળદગાડા મારફતે જ તેમના પરિવારનું ગુજરાન ચાલી રહ્યું હતું. મંગળવારની રાત્રે તેમનુ નિધન થતા પરિવારજનો અને ગ્રામજનોએ તેમની અંતિમ યાત્રા બળદગાડામાં કાઢવાનું નક્કી કરતા બીડ ગામે અંતિમયાત્રા સદ્દગતના મનપસંદ વાહનમાં નીકળી હતી.

ટાંકલ ખાતે જય જલારામ ફેન્સી ઢોસા પાંવભાજી ચાયનીઝ રેસ્ટોરન્ટનું આદિવાસી પરંપરા મુજબ પૂજન.

Image
    ટાંકલ ખાતે જય જલારામ ફેન્સી ઢોસા પાંવભાજી ચાયનીઝ રેસ્ટોરન્ટનું આદિવાસી પરંપરા મુજબ પૂજન. જય આદિવાસી જોહાર  રિતેશભાઈ ઉર્ફે કાલુભાઈનુ નવું સાહસ જય જલારામ ફેન્સી ઢોસા પાંવભાજી ચાયનીઝ ટાંકલ ચાર રસ્તા  તા-20-02-2024 ના રોજ આદિવાસી પરમ્પરા મુજબ પૂજન કરી શરૂઆત કરવામાં આવ્યું

સિણધઈનાં સેજલકુમારી મનસુખભાઈ પટેલના આદિવાસી રૂઢિ પરંપરા મુજબ લગ્ન.

Image
        સિણધઈનાં સેજલકુમારી મનસુખભાઈ પટેલના  આદિવાસી રૂઢિ પરંપરા મુજબ લગ્ન. જય આદિવાસી જોહાર  સિણધઈનાં સેજલકુમારી મનસુખભાઈ પટેલના લગ્ન ગામ- સાંબા  હાર્દિક પ્રકાશભાઈ પટેલ સાથે આદિવાસી રૂઢી અને પરંપરા મુજબ કરવામાં આવ્યા.

ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલના માતૃશ્રી સ્વ.મહાલક્ષ્મી બાને શ્રધ્ધાંજલી અર્પણ.

Image
    ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલના માતૃશ્રી સ્વ.મહાલક્ષ્મી બાને શ્રધ્ધાંજલી અર્પણ 🙏💐💐🙏

Mahuva:;મહુવાના વસરાઈ ધોડિયા સમાજ ભવન ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયાનાં હસ્તે ૨૮.૪૫ લાખનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.

Image
        Mahuva:;મહુવાના વસરાઈ ધોડિયા સમાજ ભવન ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયાનાં હસ્તે ૨૮.૪૫ લાખનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. વસરાઇ સમાજ ભવન ખાતે બોક્સકલવર્ટ નું ખાત મુહુર્ત"અને " પાણીની ટાંકી નું લોકાર્પણ " આજરોજ તારીખ ૦૧-૦૨-૨ ૦૨૪નાં દિને મહુવા  વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયા,શ્રી રાકેશભાઈ (બાંધકામ સમિતિનાં અધ્યક્ષ), શ્રીમતી શીલાબેન (તા. પ્રમુખ), શ્રી હિતેશભાઈ (પૂર્વપ્રમુખ), શ્રી કિશોરભાઈ, શ્રી ધર્મેશભાઈ, શ્રીમતી લીલાબેન, શ્રીમતી રીંકલબેન, શ્રીમતી રેખાબેન, ગામજનો અને આગેવાનોની ઉપસ્થિતિએ સરકારશ્રીના અનુદાનથી વસરાઇ ખાતે બોક્સ કલવર્ટ (નાળુ બજેટ ૨૮. ૪૫ લાખ) નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. અને તાલુકા પંચાયત મહુવા નાંણાંપંચના સહયોગથી ૫૦૦૦ લીટરની ક્ષમતા વાળી ટાંકીનું લોકાર્પણ થયું હતું.  મહુવા  વિસ્તારમાં સામાજીક જવાબદારીના ભાગરૂપ રાજકીય સામાજીક સહકારી આગેવાનો સાથે સમાજનો હર એક વ્યક્તિ જોડાઈ રહ્યો છે.સમાજના શુભચિંતકોના સહકાર અને આર્થિક વૈચારિક હૂંફ પૂરી પ્રોજેક્ટને આગળ લઇ જવામાં સહયોગી શુભચિંતક સાથે ફરીથી (ખાસ તમામ રાજકીય આગેવાનો)નો સમ...